YouTubers માટે મોટા સમાચાર
YouTube પરથી કમાણી કરતા અને નવી ચેનલ શરૂ કરવાનું વિચારી રહેલા Creators માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. YouTube Partner Program (YPP)ના નિયમોમાં મોટો ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. 1 ફેબ્રુઆરી 2027થી નવા Creatorsને જાહેરાત અને YouTube Premium Revenue Sharing માટે પાત્ર બનવા અગાઉની સરખામણીએ વધુ Watch Hours અથવા Shorts Views મેળવવા પડશે.
4,000 નહીં હવે 8,000 Watch Hours!
હાલમાં જાહેરાત આધારિત કમાણી માટે YPPમાં પ્રવેશ મેળવવા માટે 1,000 Subscribers સાથે છેલ્લા 12 મહિનામાં 4,000 Valid Public Watch Hours અથવા છેલ્લા 90 દિવસમાં 10 મિલિયન Valid Public Shorts Viewsમાંથી એક માપદંડ પૂર્ણ કરવો પડે છે.
પરંતુ 1 ફેબ્રુઆરી 2027થી નવા YPP અરજદારો માટે આ માપદંડ વધીને 8,000 Qualified Watch Hours અથવા 20 મિલિયન Qualified Shorts Views થશે. 1,000 Subscribersની શરત યથાવત રહેશે.
Shorts Creators માટે પણ મોટો ફેરફાર
YouTube Shortsમાંથી કમાણી કરતા Creators માટે પણ નવી શરત લાગુ થશે. Shorts Creator Poolમાંથી માસિક કમાણી મેળવવા માટે રોલિંગ 90 દિવસમાં 10 મિલિયન Qualified Shorts Views જાળવવા પડશે.
જોકે, કોઈ ચેનલ આ આંકડાથી નીચે જાય તો તેનો અર્થ એ નથી કે તે તરત જ YPPમાંથી બહાર થઈ જશે. Shortsની કમાણી ફરી મેળવવા માટે જરૂરી View Threshold ફરી પૂર્ણ કરવો પડશે.
હાલના YPP Creatorsને શું અસર?
હાલના YPP સભ્યો માટે મહત્વની રાહત છે. હાલ YPPમાં રહેલા Creatorsને નવા Entry Thresholdના કારણે ફરીથી 8,000 Watch Hours અથવા 20 મિલિયન Shorts Views મેળવવાની જરૂર નહીં પડે. YouTubeએ હાલના YPP Statusને જાળવવાની જોગવાઈ કરી છે.
500 Subscribersવાળા Creatorsનું શું?
અહીં એક મહત્વનો ફરક સમજવો જરૂરી છે. YouTubeનું Expanded YPP હજુ પણ 500 Subscribers, છેલ્લા 90 દિવસમાં 3 Public Uploads અને 3,000 Public Watch Hours અથવા 3 મિલિયન Shorts Views જેવા માપદંડ સાથે Fan Funding અને કેટલીક Shopping સુવિધાઓ માટે ઉપલબ્ધ છે.
અટલે નવા 8,000 કલાક અને 20 મિલિયન Viewsનો નિયમ મુખ્યત્વે Ads અને YouTube Premium Revenue Sharing માટેના નવા Entry Threshold સાથે સંબંધિત છે.
કમાણી મેળવવા માટે હવે વધુ મહેનત?
નવા નિયમોનો સીધો અર્થ એ છે કે નવી ચેનલ શરૂ કરનારા Creators માટે Ads અને Premium Revenue Sharing સુધી પહોંચવાનો રસ્તો વધુ મુશ્કેલ બનશે. Long-form Creators માટે Watch Hoursનો લક્ષ્યાંક બમણો થશે, જ્યારે Shorts Creators માટે જરૂરી Views પણ 10 મિલિયનથી વધીને 20 મિલિયન થશે.
YouTubeના વર્તમાન નિયમો મુજબ Monetization માટે માત્ર Subscriber અને View Threshold પૂરતો નથી. ચેનલને YouTubeની Monetization Policiesનું પણ પાલન કરવું પડે છે અને અરજી બાદ ચેનલની સમીક્ષા થાય છે.
Creators માટે અન્ય કમાણીના રસ્તા પણ રહેશે
YouTube પર કમાણી માત્ર Adsથી જ થતી નથી. YPPમાં પાત્ર Creators માટે Channel Memberships, Super Chat, Super Thanks, Shopping અને YouTube Premium જેવી વિવિધ Monetization સુવિધાઓ ઉપલબ્ધ છે.

