WhatsAppની ડિફોલ્ટ સેટિંગ બની શકે છે મુશ્કેલી
જો તમારા ફોનમાં વારંવાર "Storage Full"નો મેસેજ દેખાય છે, તો તેનું એક મોટું કારણ WhatsApp હોઈ શકે છે. એપમાં મળતા ફોટા અને વીડિયો ડિફોલ્ટ સેટિંગને કારણે આપમેળે ગેલેરીમાં સેવ થતા રહે છે, જેના કારણે સ્ટોરેજ ઝડપથી ભરાઈ જાય છે અને ગેલેરી પણ બિનજરૂરી મીડિયા ફાઇલોથી ભરાઈ જાય છે.
શા માટે ઝડપથી ભરાઈ જાય છે સ્ટોરેજ?
WhatsApp પર વ્યક્તિગત ચેટ ઉપરાંત અનેક ગ્રુપમાં દરરોજ મોટી સંખ્યામાં ફોટા, વીડિયો અને અન્ય મીડિયા ફાઇલો આવે છે. જો Auto Download ચાલુ હોય, તો આ તમામ ફાઇલો ફોનમાં સેવ થતી રહે છે. પરિણામે જરૂરી ફોટા શોધવામાં મુશ્કેલી પડે છે, સ્ટોરેજ ઓછી રહે છે અને ગોપનીયતાનો પ્રશ્ન પણ ઉભો થઈ શકે છે.

Media Auto Download કેવી રીતે બંધ કરશો?
સૌપ્રથમ WhatsApp ખોલો અને ઉપર જમણી બાજુ આવેલા ત્રણ ડોટ્સ પર ટેપ કરીને Settingsમાં જાઓ. ત્યારબાદ Storage and Data વિકલ્પ પસંદ કરો. અહીં Media Auto Download વિભાગમાં Mobile Data, Wi-Fi અને Roaming માટે ફોટા, વીડિયો, ઓડિયો અને ડોક્યુમેન્ટ્સના ઓટો ડાઉનલોડ વિકલ્પો મળશે. તમારી જરૂરિયાત મુજબ તેને બંધ અથવા કસ્ટમાઇઝ કરી શકો છો.
Media Visibility ફીચર પણ છે ઉપયોગી
જો તમે કોઈ ચોક્કસ ચેટ અથવા ગ્રુપના ફોટા-વીડિયો ગેલેરીમાં દેખાવા ન દેવા માંગતા હોવ, તો તે ચેટ ખોલો અને ઉપર કોન્ટેક્ટ અથવા ગ્રુપના નામ પર ટેપ કરો. ત્યારબાદ Media Visibility વિકલ્પને બંધ કરી દો. ત્યારથી તે ચેટમાંથી મળતી નવી મીડિયા ફાઇલો ગેલેરીમાં દેખાશે નહીં.

નાનું સેટિંગ, મોટો ફાયદો
આ સેટિંગ બદલ્યા પછી WhatsApp પર મળતા નવા ફોટા અને વીડિયો પહેલાંની જેમ આપમેળે ગેલેરીમાં સેવ નહીં થાય. પરિણામે ફોનનું સ્ટોરેજ વધુ વ્યવસ્થિત રહેશે, ગેલેરી સ્વચ્છ રહેશે અને વ્યક્તિગત માહિતીની ગોપનીયતા જાળવવામાં પણ મદદ મળશે.

