લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે રાહતના સમાચાર છે. સોશિયલ મીડિયા પર જેઠાલાલ એટલે કે અભિનેતા દિલીપ જોશી શો છોડશે અને તેમનો રોલ સમાપ્ત થશે તેવી અફવાઓ જોરશોરથી વાયરલ થઈ રહી હતી. હવે શોના મેકર્સે આ તમામ દાવાઓને ખોટા ગણાવ્યા છે.

મેકર્સે શું કહ્યું?

શોના નિર્માતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જેઠાલાલનું પાત્ર શોનો મુખ્ય આધાર છે અને તેને દૂર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેમણે કહ્યું કે વાર્તા હજુ પણ જેઠાલાલને કેન્દ્રમાં રાખીને આગળ વધી રહી છે અને દિલીપ જોશી શોનો મહત્વનો ભાગ છે.

WhatsApp Image 2026-07-14 at 12.06.57 PM.jpeg

18મી વર્ષગાંઠે આવ્યો સ્પષ્ટ સંદેશ

28 જુલાઈએ શો પોતાની 18મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યો છે. આ પ્રસંગે બહાર પાડવામાં આવેલા નવા પ્રોમોમાં પણ જેઠાલાલની હાજરી જોવા મળે છે. મેકર્સે જણાવ્યું કે જેઠાલાલ પહેલાં પણ શોમાં હતા, આજે પણ છે અને આગળ પણ રહેશે.

WhatsApp Image 2026-07-14 at 12.09.38 PM.jpeg

ચાહકોને અપીલ

દિલીપ જોશી છેલ્લા 18 વર્ષથી જેઠાલાલના પાત્રને જીવંત બનાવી રહ્યા છે. ચાહકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવાની અપીલ કરવામાં આવી છે.