GDP પર રાજકારણ વચ્ચે PM મોદીની સ્કિનની ચર્ચા

ભારતના પ્રથમ ત્રિમાસિક GDP વૃદ્ધિદરના 7.8%ના આંકડાને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. આ દરમિયાન TMC સાંસદ મહુઆ મોઈત્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અનોખા અંદાજમાં કટાક્ષ કર્યો છે. GDPના સવાલનો જવાબ આપતાં તેમણે PM મોદીની ચમકતી ત્વચાનો ઉલ્લેખ કરી તેમના Skin Care Secret વિશે સવાલ કર્યો હતો.

“GDPની ચિંતા છોડો, સ્કિનકેર રૂટિન કહો”

મહુઆ મોઈત્રાએ કટાક્ષ કરતાં કહ્યું કે GDPની ચિંતા છોડી દો, તેની ચિંતા વિપક્ષ સંભાળી લેશે. ત્યારબાદ તેમણે PM મોદીની ત્વચાના ગ્લોનો ઉલ્લેખ કરીને પૂછ્યું કે તેમની સ્કિન આટલી કેમ ચમકે છે અને તેની પાછળનું રહસ્ય શું છે. તેમણે મજાકિયા અંદાજમાં PM મોદીના વિદેશ પ્રવાસનો ઉલ્લેખ પણ કર્યો હતો.

“હું 51 વર્ષની થઈ ગઈ છું...”

મહુઆ મોઈત્રાએ વધુમાં કહ્યું કે “હું 51 વર્ષની થઈ ગઈ છું અને મારે પણ મારી સ્કિનનું ધ્યાન રાખવાનું છે.” આ સાથે તેમણે વડાપ્રધાનને પોતાનું Skin Care Secret શેર કરવાની અપીલ કરી. તેમનો આ વીડિયો અને નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

GDP 7.8% રહ્યો, PM મોદીએ પણ આપી પ્રતિક્રિયા

બીજી તરફ, ભારતની વાસ્તવિક GDP વૃદ્ધિ 2026-27ના પ્રથમ ક્વાર્ટર એટલે કે એપ્રિલથી જૂન દરમિયાન 7.8% રહી છે. સરકારના સત્તાવાર આંકડા મુજબ Nominal GDP Growth 10.3% રહી છે.

GDPના આંકડા પર સત્તા-વિપક્ષ સામસામે

GDPના આંકડા જાહેર થયા બાદ વડાપ્રધાન મોદીએ આ વૃદ્ધિને ભારતની આર્થિક મજબૂતી સાથે જોડીને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ, વિપક્ષે નવા GDP આધાર વર્ષ અને અગાઉના આંકડામાં થયેલા સુધારાને લઈને સવાલો ઉઠાવ્યા છે. જોકે સરકાર તરફથી GDP ગણતરીની નવી પદ્ધતિ અને આંકડાઓનો બચાવ કરવામાં આવ્યો છે.