દારૂની દુકાનમાં ઘૂસી વાંદરી
ઝારખંડની રાજધાની રાંચીના ઓરમંઝી વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે, જ્યાં એક વાંદરી દારૂની દુકાનમાં ઘૂસી ગઈ હતી. જણાવ્યા મુજબ, 25 સપ્ટેમ્બરની સાંજે બ્લોક ચોક વિસ્તારમાં આવેલી દુકાનમાં પ્રવેશેલી વાંદરીએ દારૂની એક બોટલ ઉપાડી લીધી હતી.
આખી બોટલ પી ગયા બાદ બેભાન
દુકાનમાં ઘૂસ્યા બાદ વાંદરીએ ‘મેજિક મોમેન્ટ્સ’ની ક્વાર્ટર બોટલ ઉપાડી અને તેને પી લીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. થોડા સમય બાદ દારૂની અસર થતાં વાંદરી દુકાનના ફ્લોર પર જ પડી ગઈ હતી અને બેભાન જેવી સ્થિતિમાં જોવા મળી હતી.
ભાન આવતા દુકાનમાં તોડફોડ
થોડા સમય બાદ વાંદરીને ભાન આવ્યું ત્યારે પરિસ્થિતિ વધુ હંગામાભરી બની ગઈ. વાંદરી દુકાનમાં આમતેમ દોડવા લાગી અને દારૂની બોટલો નીચે પાડવા લાગી. કર્મચારીઓએ તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે વધુ આક્રમક બની હોવાનું જણાવાયું છે.
https://www.instagram.com/reel/DduVtwgDR7f/?utm_source=ig_web_button_share_sheet
કર્મચારીને બચકું ભર્યું
વાંદરીને કાબૂમાં લેવાના પ્રયાસ દરમિયાન તેણે દુકાનના એક કર્મચારીને બચકું પણ ભર્યું હતું. ઘટનાને પગલે દુકાનમાં હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંતે કર્મચારીઓએ પોતાને દૂર રાખીને પોલીસને જાણ કરી હતી.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ કિસ્સો ચર્ચામાં આવ્યો છે. જોકે, વાંદરીની તબિયત અને ઘટનાના અંતિમ પરિણામ અંગેની વધુ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.

