બલુચિસ્તાનનો મોટું એલાન

પાકિસ્તાનમાં રાજકીય અને આંતરિક અસ્થિરતા વચ્ચે બલુચિસ્તાનને લઈને ફરી એકવાર મોટા દાવા સામે આવ્યા છે. બલુચિસ્તાન માટે લડત ચલાવતો એક અલગતાવાદી જૂથ 11 ઓગસ્ટને પોતાનો સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. સાથે જ વિશ્વના દેશોને બલુચિસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવા અપીલ કરવામાં આવી છે.

11 ઓગસ્ટની તારીખ કેમ પસંદ કરી?

અલગતાવાદી નેતાઓનો દાવો છે કે 11 ઓગસ્ટ, 1947ના રોજ બલુચિસ્તાનને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું. તેમના મતે, ભારત અને પાકિસ્તાનના ભાગલા પહેલાં બલુચિસ્તાનને અલગ ઓળખ મળી હતી. આ જ કારણસર દર વર્ષે 11 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

WhatsApp Image 2026-08-05 at 1.38.27 AM.jpeg

વિશ્વ સમક્ષ સમર્થનની અપીલ

બલુચ નેતા મીર યાર બલોચે સમર્થકોને ઘરો, દુકાનો અને જાહેર સ્થળોએ બલુચિસ્તાનનો ધ્વજ ફરકાવવાની અપીલ કરી છે. વિદેશમાં રહેતા બલુચ સમુદાયને પણ ઉજવણીમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ આંતરરાષ્ટ્રીય સમુદાયને બલુચિસ્તાનના મુદ્દે સમર્થન આપવા અપીલ કરવામાં આવી છે.

પાકિસ્તાન સામે અસંતોષ યથાવત

અલગતાવાદી જૂથોનો આરોપ છે કે પાકિસ્તાનની નીતિઓના કારણે બલુચિસ્તાનમાં લાંબા સમયથી અસંતોષ અને સંઘર્ષની સ્થિતિ છે. તેઓનો દાવો છે કે પાકિસ્તાનનો ભાગ રહીને પ્રદેશનો વિકાસ શક્ય નથી. જોકે, પાકિસ્તાન સરકાર બલુચિસ્તાનને પોતાના અભિન્ન ભાગ તરીકે જ માને છે અને અલગતાવાદી દાવાઓને સ્વીકારતી નથી.

દાવાઓ અંગે શું છે વાસ્તવિક સ્થિતિ?

નોંધનીય છે કે બલુચિસ્તાનના અલગતાવાદી સંગઠનો દ્વારા સ્વતંત્રતાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ બલુચિસ્તાનને સ્વતંત્ર દેશ તરીકે કોઈ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત નથી. હાલ આ દાવાઓને લઈને કોઈ સત્તાવાર આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ જાહેર થઈ નથી.