ગુજરાતે ટેક્નોલોજી ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે.

ગુજરાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Narendra Modi અમદાવાદ જિલ્લાના Sanand ખાતે CG Semiconductorના ₹7,500 કરોડના અત્યાધુનિક OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આ સુવિધા ભારતની પ્રથમ એન્ડ-ટુ-એન્ડ OSAT (Assembly, Testing and Packaging) ફેસિલિટી તરીકે ઓળખાશે.

WhatsApp Image 2026-07-04 at 9.03.28 PM.jpeg

આ પ્લાન્ટમાં સેમિકન્ડક્ટર ચિપ્સની એસેમ્બલી, ટેસ્ટિંગ અને પેકેજિંગ સહિતની સમગ્ર પ્રક્રિયા એક જ સ્થળે થશે. પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા અંદાજે 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સની છે. અહીં તૈયાર થતી ચિપ્સનો ઉપયોગ ઓટોમોટિવ, 5G, ટેલિકોમ, ઔદ્યોગિક સાધનો અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં થશે.

WhatsApp Image 2026-07-04 at 9.03.05 PM.jpeg

આ પ્રોજેક્ટ રોજગારીની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલ પ્લાન્ટમાં લગભગ 300 લોકોને રોજગાર મળ્યો છે, જ્યારે આગામી પાંચ વર્ષમાં આ સંખ્યા વધીને આશરે 5,000 સુધી પહોંચવાની સંભાવના છે. વડાપ્રધાને પ્લાન્ટની મુલાકાત દરમિયાન આધુનિક ટેક્નોલોજીનું નિરીક્ષણ કર્યું અને યુવા એન્જિનિયરો સાથે પણ સંવાદ કર્યો.

WhatsApp Image 2026-07-04 at 9.02.40 PM.jpeg

સાણંદમાં શરૂ થયેલો આ પ્લાન્ટ ગુજરાતને દેશના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ મજબૂત બનાવશે. રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં શરૂ થયેલો આ ત્રીજો મોટો સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ છે. સાથે જ ધોલેરામાં ચાલી રહેલા અન્ય પ્રોજેક્ટ્સ પણ ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં મજબૂત સ્થાન અપાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.