દેવામાં અમેરિકા સૌથી આગળ

વિશ્વની મહાસત્તાઓની ચમક પાછળ એક મોટું આર્થિક ગણિત છુપાયેલું છે. IMFના 2026ના અંદાજો મુજબ અમેરિકા સૌથી વધુ સરકારી દેવું ધરાવતો દેશ છે, જ્યારે ચીન અને જાપાન અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. આ યાદીમાં ભારત પણ ટોપ-10માં છે અને 8મા ક્રમે આવે છે. જોકે, માત્ર દેવાની કુલ રકમ પરથી કોઈ દેશની આર્થિક સ્થિતિનું સંપૂર્ણ મૂલ્યાંકન કરી શકાય નહીં.

ભારત 8મા ક્રમે

IMFના 2026ના આંકડા આધારિત ઉપલબ્ધ રેન્કિંગ મુજબ અમેરિકાનું સરકારી દેવું આશરે 40.7 ટ્રિલિયન ડૉલર, ચીનનું 22.3 ટ્રિલિયન ડૉલર અને જાપાનનું 9 ટ્રિલિયન ડૉલરની નજીક છે. બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી અને જર્મની બાદ ભારત આશરે 3.46 ટ્રિલિયન ડૉલરના સરકારી દેવા સાથે 8મા ક્રમે છે.

માત્ર કુલ દેવું જ આખી કહાની નથી

અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. કોઈ દેશ પર કુલ કેટલું દેવું છે તે આંકડો મહત્વનો છે, પરંતુ તેની સાથે દેવું GDPના કેટલા ટકા છે, વ્યાજનો બોજ કેટલો છે અને દેવું કયા સ્રોતોમાંથી લેવામાં આવ્યું છે તે પણ જોવું પડે છે. ઉદાહરણ તરીકે, IMFના તાજેતરના ડેટા અનુસાર ભારતનું General Government Debt 2025/26માં GDPના આશરે 81.1 ટકા અને 2026/27માં 80.7 ટકા રહેવાનો અંદાજ છે.

ભારતની સ્થિતિ શું કહે છે?

ભારતના દેવાના આંકડાને માત્ર રેન્કિંગ જોઈને “ભારત દેવામાં ડૂબી ગયું” એવું કહેવું યોગ્ય નથી. IMFના ભારત સંબંધિત ડેટા મુજબ ભારતના General Government Debtમાં કેન્દ્ર અને રાજ્યો બંનેનો સમાવેશ થાય છે અને તેમાં સ્થાનિક તેમજ વિદેશી જવાબદારીઓ સામેલ છે.

Screenshot 2026-08-10 140413.png

સૌથી વધુ દેવું એટલે દેશ નાદાર નહીં

સરકારી દેવું ઊંચું હોવું અને Sovereign Default બે અલગ બાબતો છે. IMFની વ્યાખ્યા મુજબ default ત્યારે થાય છે જ્યારે સરકાર પોતાની દેવાની ચુકવણી સમયસર કરવામાં નિષ્ફળ જાય અથવા દેવાની શરતોમાં એવી distressed restructuring થાય જેમાં લેણદારોને નુકસાન થાય.

વૈશ્વિક સ્તરે દેવાનો બોજ વધી રહ્યો છે

IMFના એપ્રિલ 2026ના Fiscal Monitor મુજબ વિશ્વનું જાહેર દેવું 2025માં GDPના લગભગ 94 ટકા સુધી પહોંચી ગયું હતું અને 2029 સુધીમાં 100 ટકા GDP સુધી પહોંચવાનો અંદાજ છે. IMFએ વધતા વ્યાજના બોજ અને સરકારી ખર્ચના દબાણ વચ્ચે નાણાકીય સ્થિરતા જાળવવા માટે સાવચેતીની જરૂરિયાત દર્શાવી છે