અમદાવાદ સ્ટેશન પર 3 મહિના સ્ટોપેજ બંધ

અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યની અસર હવે ટ્રેનના સંચાલન પર પણ જોવા મળી રહી છે. જોધપુર–હડપસર–જોધપુર દૈનિક એક્સપ્રેસ ટ્રેન નંબર 20495/20496નું અમદાવાદ સ્ટેશન પરનું સ્ટોપેજ અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યું છે. 21 ઓગસ્ટથી 21 નવેમ્બર 2026 સુધી આ ટ્રેન અમદાવાદની જગ્યાએ સાબરમતી સ્ટેશન પર રોકાશે.

સાબરમતી બન્યું નવું સ્ટોપેજ

પ્લેટફોર્મની મર્યાદિત ઉપલબ્ધતા અને અમદાવાદ સ્ટેશનના પુનર્વિકાસ કાર્યને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે અમદાવાદથી આ ટ્રેનમાં મુસાફરી કરતા અથવા અમદાવાદ આવતા મુસાફરોએ આગામી ત્રણ મહિના દરમિયાન સાબરમતી સ્ટેશનનું ધ્યાન રાખવું પડશે.

Screenshot 2026-08-20 010410.png

જોધપુરથી આવતી ટ્રેનનો સમય

ટ્રેન નંબર 20495 જોધપુર–હડપસર એક્સપ્રેસ જોધપુરથી રવાના થયા બાદ સાબરમતી સ્ટેશન પર સવારે 5:20 વાગ્યે પહોંચશે. અહીં 10 મિનિટના સ્ટોપેજ બાદ સવારે 5:30 વાગ્યે ટ્રેન આગળ રવાના થશે.

હડપસરથી પરત આવતી ટ્રેન

બીજી તરફ ટ્રેન નંબર 20496 હડપસર–જોધપુર એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર સવારે 7:20 વાગ્યે પહોંચશે અને 10 મિનિટના સ્ટોપેજ બાદ સવારે 7:30 વાગ્યે આગળ રવાના થશે.

Screenshot 2026-08-20 010437.png

મુસાફરો માટે ખાસ સૂચના

આ ફેરફાર 21 ઓગસ્ટથી 21 નવેમ્બર 2026 સુધી લાગુ રહેશે. તેથી આ સમયગાળા દરમિયાન જોધપુર–હડપસર એક્સપ્રેસમાં મુસાફરી કરનારા અમદાવાદના મુસાફરોએ ટિકિટ બુક કરાવતી અને મુસાફરી કરતી વખતે સાબરમતી સ્ટેશનના સ્ટોપેજની ખાસ નોંધ લેવી.