ફિલ્મ જગતને વધુ એક મોટો આંચકો

બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન થયું છે. 'ગજની', 'લગાન' અને ટીવી સિરિયલ 'મહાભારત'માં તેમના અભિનયે તેમને આગવી ઓળખ અપાવી હતી. તેમના નિધનના સમાચાર સામે આવતા સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

કેન્સર સામે લાંબી લડાઈ

માહિતી મુજબ, પ્રદીપ રાવત છેલ્લા ઘણા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. શરૂઆતમાં તેમની સારવાર મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ચાલી રહી હતી. બાદમાં વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. અભિનેતા યશપાલ શર્મા અને અભિનેત્રી રોશની આચરેજાએ તેમના નિધનની પુષ્ટિ કરી છે.

'ગજની'થી મળી અલગ ઓળખ

પ્રદીપ રાવતે પોતાના લાંબા ફિલ્મી કરિયરમાં અનેક યાદગાર પાત્રો ભજવ્યા હતા. ખાસ કરીને 'ગજની'માં તેમના ખલનાયકના પાત્રે દર્શકો પર ઊંડી છાપ છોડી હતી. ઉપરાંત 'લગાન' સહિત અનેક હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં તેમના અભિનયને વ્યાપક પ્રશંસા મળી હતી.

WhatsApp Image 2026-08-05 at 12.58.37 AM.jpeg

'મહાભારત'થી શરૂ થઈ હતી અભિનય સફર

ફિલ્મોમાં આવતાં પહેલાં પ્રદીપ રાવતે બી.આર. ચોપરાની લોકપ્રિય ટીવી સિરિયલ 'મહાભારત'માં અશ્વત્થામાનું પાત્ર ભજવ્યું હતું. ત્યારબાદ તેમણે વિવિધ ભાષાની ફિલ્મોમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી. તેમના નિધનથી ભારતીય સિનેમાએ એક અનુભવી અને બહુમુખી કલાકાર ગુમાવ્યો છે.