હડતાળનો બીજો દિવસ, અસર મિશ્ર

અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો આજે બીજો દિવસ છે. જોકે શહેરમાં હડતાળની અસર તમામ વિસ્તારોમાં એકસરખી જોવા મળી રહી નથી. મોટા ભાગના રિક્ષાચાલકો હડતાળમાં જોડાયા ન હોવાથી અનેક વિસ્તારોમાં રિક્ષા સેવા રાબેતા મુજબ ચાલુ જોવા મળી રહી છે.

સાબરમતી સ્ટેશન પર વધુ ભાડાની ફરિયાદ

બીજી તરફ, સાબરમતી રેલવે સ્ટેશન પર મુસાફરો પાસેથી વધુ ભાડું વસૂલવાની ફરિયાદો સામે આવી છે. મુસાફરોને રિક્ષા મેળવવામાં મુશ્કેલી પડતી હોવાના કારણે કેટલાક રિક્ષાચાલકો વધુ ભાડું માગતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. કેટલાક મુસાફરો પાસેથી સામાન્ય ભાડા કરતાં અનેક ગણું ભાડું માગવામાં આવતું હોવાનો આક્ષેપ છે.

મુસાફરોની હેરાનગતિ રોકવા પોલીસની નજર

મુસાફરોને હેરાનગતિ ન થાય અને વધુ ભાડું વસૂલવાની ફરિયાદો પર નજર રાખી શકાય તે માટે શહેરના વિવિધ સ્થળોએ પોલીસ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે. ખાસ કરીને મુસાફરોની અવરજવર વધુ હોય તેવા વિસ્તારોમાં પોલીસ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.

પ્રથમ દિવસે 13 ચાલકો સામે કાર્યવાહી

રિક્ષા હડતાળના પ્રથમ દિવસે મુસાફરોને હેરાન કરતા 13 રિક્ષાચાલકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે હડતાળના બીજા દિવસે પણ પોલીસ દ્વારા રિક્ષાચાલકોની કામગીરી તેમજ મુસાફરોને પડતી મુશ્કેલીઓ પર નજર રાખવામાં આવી રહી છે.

હડતાળ વચ્ચે મુસાફરોની મુશ્કેલી

રિક્ષા હડતાળને શહેરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કેટલાક વિસ્તારોમાં રિક્ષા સેવા ચાલુ હોવાથી સામાન્ય જનજીવન પર ખાસ અસર જોવા મળી નથી, જ્યારે મુસાફરોની અવરજવર વધુ હોય