25 વર્ષથી વધુ જૂની ઓળખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 25 વર્ષથી વધુ સમયથી ઓળખતા ઉદ્યોગપતિ અજય પિરામલે તેમની સાથેની પહેલી મુલાકાતનો એક યાદગાર પ્રસંગ શેર કર્યો છે. અજય પિરામલના જણાવ્યા અનુસાર, તેમની પહેલી મુલાકાત દિલ્હીમાં થઈ હતી, જ્યારે નરેન્દ્ર મોદી ભાજપના જનરલ સેક્રેટરી હતા. પિરામલે જણાવ્યું કે તે મુલાકાતમાં મોદીએ તેમની વાત ખૂબ ધ્યાનથી સાંભળી હતી અને દેશના વિવિધ વિસ્તારો તથા લોકો સાથે જોડાયેલા અનુભવો પણ શેર કર્યા હતા.

16 વર્ષ બાદ પણ વાત યાદ રહી

અજય પિરામલે PM મોદીની યાદશક્તિ સાથે જોડાયેલો એક ખાસ કિસ્સો પણ સંભળાવ્યો. તેમના જણાવ્યા અનુસાર, પહેલી મુલાકાતના લગભગ 16 વર્ષ બાદ તેમના એક સહકર્મીની PM મોદી સાથે ફરી મુલાકાત થઈ હતી. આ સહકર્મી અગાઉની મુલાકાત દરમિયાન કમરની તકલીફથી પરેશાન હતા.

PM મોદીએ પૂછ્યો સીધો સવાલ

વર્ષો બાદ જ્યારે બંનેની ફરી મુલાકાત થઈ ત્યારે, પિરામલના જણાવ્યા પ્રમાણે, PM મોદીએ તેમને ઓળખ્યા અને પૂછ્યું કે “સરદારજી, હવે તમારી પીઠ બરોબર છે ને?” અજય પિરામલે કહ્યું કે આ વાત સાંભળીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે 16 વર્ષ પહેલાંની મુલાકાત દરમિયાન થયેલી નાની વાત પણ મોદીને યાદ રહી હતી.

અજય પિરામલે શું કહ્યું?

પિરામલના જણાવ્યા પ્રમાણે, PM મોદી મોટી સંખ્યામાં લોકોને મળતા હોવા છતાં તેમના સહકર્મીની જૂની તકલીફ યાદ રાખી હતી. તેમણે આ પ્રસંગને વડાપ્રધાન સાથેની પોતાની લાંબી ઓળખ દરમિયાનની એક યાદગાર ઘટના તરીકે રજૂ કર્યો. અજય પિરામલ હાલમાં પિરામલ ગ્રુપના ચેરમેન છે