શેરબજારમાં રોકાણકારો માટે આ અઠવાડિયું ખાસ બનવાનું છે.


પ્રાઇમરી માર્કેટમાં રોકાણ કરનારાઓ માટે આ અઠવાડિયું ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનું છે. 6 જુલાઈથી શરૂ થતા નવા સપ્તાહ દરમિયાન શેરબજારમાં કુલ 4 નવા IPO ખુલવાના છે, જ્યારે અગાઉ ખુલેલા 9 IPOના શેરનું લિસ્ટિંગ પણ થવાનું છે. મેનબોર્ડ અને SME બંને સેગમેન્ટમાં રોકાણકારોને નવી તકો મળશે.

મેનબોર્ડ સેગમેન્ટમાં Kusumgar IPO અને Laser Power & Infra IPO બજારમાં આવશે. Kusumgar IPO 8 જુલાઈથી 10 જુલાઈ સુધી ખુલ્લો રહેશે અને કંપની 650 કરોડ રૂપિયા એકત્રિત કરશે. તેનો પ્રાઇસ બેન્ડ ₹398થી ₹419 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે Laser Power & Infra IPO 9 જુલાઈથી 13 જુલાઈ સુધી ખુલશે અને કંપની લગભગ 742 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના ધરાવે છે. જોકે કંપનીએ હજુ પ્રાઇસ બેન્ડ જાહેર કર્યો નથી.

SME સેગમેન્ટમાં Happy Steels IPO અને Devson Catalyst IPO પણ રોકાણકારો માટે ખુલશે. Happy Steels IPOનો પ્રાઇસ બેન્ડ ₹62થી ₹66 પ્રતિ શેર છે, જ્યારે Devson Catalyst IPO માટે ₹112થી ₹118 પ્રતિ શેરનો પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત આ અઠવાડિયે કુલ 9 કંપનીઓના શેરનું લિસ્ટિંગ થશે. તેમાં Aastha Spintex, Knack Packaging, Adon Agro Commodities ઉપરાંત Teja Engineering Industries, Atharva Polyplast, Seemax Resources, Sampark India Logistics, Vinit Mobile અને Kratikal Tech જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. નવા IPO અને લિસ્ટિંગને કારણે પ્રાઇમરી માર્કેટમાં આ સપ્તાહે ભારે ચહલપહલ રહેવાની સંભાવના છે.