FASTagનું બેલેન્સ ક્યાં કપાયું? હવે જાણવું બન્યું સરળ
ઘણા વાહનચાલકોને FASTag રિચાર્જ કરાવ્યા પછી થોડા દિવસોમાં બેલેન્સ ઓછું થઈ જવાની ફરિયાદ રહેતી હોય છે. જો તમને પણ શંકા હોય કે પૈસા ક્યાં કપાયા, તો હવે મોબાઇલ પરથી જ FASTagનું સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરીને દરેક ટોલ ટ્રાન્ઝેક્શનની માહિતી સરળતાથી મેળવી શકાય છે.
IHMCL વેબસાઇટ પરથી ડાઉનલોડ કરો સ્ટેટમેન્ટ
FASTagનું સત્તાવાર પોર્ટલ IHMCL પરથી તમે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને OTP દ્વારા લોગિન કરીને Statement અથવા Toll Transaction Details વિભાગમાં જઈ સમયગાળો પસંદ કરીને PDF સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકો છો.
બેંકિંગ એપથી પણ મળશે સંપૂર્ણ હિસ્ટ્રી
જો તમારું FASTag કોઈ બેંક દ્વારા ઇશ્યૂ થયું હોય, તો સંબંધિત બેંકની મોબાઇલ એપમાં FASTag વિભાગ ખોલીને Transaction History અથવા Download Statement વિકલ્પ દ્વારા સ્ટેટમેન્ટ મેળવી શકાય છે.
Paytm-PhonePe જેવા એપ યુઝર્સ માટે પણ સુવિધા
જે લોકો Paytm, PhonePe અથવા અન્ય પેમેન્ટ એપ મારફતે FASTag ચલાવે છે તેઓ પણ એપના FASTag વિભાગમાં જઈ Transaction History પરથી સમયગાળો પસંદ કરીને PDF સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકે છે.
શા માટે ઉપયોગી છે FASTag સ્ટેટમેન્ટ?
FASTag સ્ટેટમેન્ટમાં દરેક ટોલ પ્લાઝાનું નામ, તારીખ, સમય અને કપાયેલી રકમની વિગતો જોવા મળે છે. જો કોઈ ખોટું ડિડક્શન થયું હોય તો આ સ્ટેટમેન્ટના આધારે સંબંધિત બેંક અથવા FASTag સેવા પ્રદાતા પાસે ફરિયાદ પણ કરી શકાય છે.

