બ્રિટનમાં અદાણી ગ્રુપનો મોટો દાવ

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું Adani Group હવે બ્રિટનના પોર્ટ સેક્ટરમાં મોટી એન્ટ્રી કરવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. મીડિયા અહેવાલો મુજબ, Adani Ports and Special Economic Zone (APSEZ) બ્રિટનની અગ્રણી પોર્ટ ઓપરેટર કંપની Associated British Ports (ABP)માં કન્ટ્રોલિંગ સ્ટેક ખરીદવાની સંભાવનાઓ પર વિચાર કરી રહી છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

63.9 ટકા હિસ્સેદારી વેચાણ માટે ઉપલબ્ધ

અહેવાલો મુજબ ABPમાં લગભગ 63.9 ટકા કન્ટ્રોલિંગ સ્ટેક વેચાણ માટે ઉપલબ્ધ છે. આ હિસ્સેદારી હાલમાં કેનેડાની બે પેન્શન ફંડ્સ પાસે છે. જો આ સોદો પૂર્ણ થાય તો Adani Groupને યુરોપના સૌથી મહત્વપૂર્ણ પોર્ટ નેટવર્કમાં સીધી હાજરી મળશે.

21 મહત્વપૂર્ણ પોર્ટ્સનું સંચાલન

Associated British Ports ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં આવેલા 21 વ્યૂહાત્મક પોર્ટ્સનું સંચાલન કરે છે. તેમાં Immingham Port અને Southampton Port જેવા યુકેના મહત્વના બંદરોનો સમાવેશ થાય છે. કંપની યુકેના કુલ દરિયાઈ વેપારના લગભગ 25 ટકા કાર્ગોનું સંચાલન કરે છે અને ઓફશોર વિન્ડ એનર્જી ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વૈશ્વિક વિસ્તરણ પર Adani Portsનો ફોકસ

Adani Ports હાલમાં ભારત ઉપરાંત ઇઝરાયલ, શ્રીલંકા, તાન્ઝાનિયા અને ઓસ્ટ્રેલિયામાં પણ પોર્ટ્સનું સંચાલન કરે છે. કંપની આગામી પાંચ વર્ષમાં લગભગ ₹1 લાખ કરોડનું રોકાણ કરીને પોતાની ક્ષમતા વધારવા માંગે છે. જો બ્રિટનની આ ડીલ સફળ થાય તો Adani Groupનું યુરોપિયન બજારમાં સ્થાન વધુ મજબૂત બનશે.